110 માળની ઈમારત જેટલો દુનિયાનો સૌથી ઊંચો કોંક્રિટ બ્રિજ ટાવર 1 જાન્યુઆરીથી ખૂલશે
  • 4 years ago
નવા સાંસ્કૃતિક પર્યટન પર કામ કરી રહેલાં ચીને પિંગટાંગ અને લુઓડિયાન નામની કાઉન્ટીને જોડવા માટે દુનિયાનો સૌથી ઊંચો પિંગટાંગ ગ્રાન્ડ કોંક્રિટ ટાવર બ્રિજ તૈયાર થઈ ગયો છે દક્ષિણ-પશ્ચિમ ચીનના ગિયાઝોઉ પ્રાંતમાં સ્થિત આ બંને પર્વતીય ક્ષેત્રો સુધી હવે સરળતાથી પહોંચી શકાશે 2135 મીટર લાંબા આ બ્રિજ પર મંગળવારથી વાહનવ્યવહારની શરૂઆત થશે આ બ્રિજ સાથે જોડાયેલા 93 કિમી લાંબા પિંગટાંગ લુઓડિઆન એક્સપ્રેસ વેનું પણ ઉદઘાટન કરાશે એક્સપ્રેસ વે અને બ્રિજ બનવાથી બંને ક્ષેત્રો વચ્ચેનું અંતર કાપવાનો સમય અઢી કલાક જેટલો ઘટીને હવે એક કલાક થઈ જશે