દોસ્તીના પ્રતિક સમાન લડાઈ પરંપરાને 200 વર્ષ પૂર્ણ, ઈંડા, લોટ અને રંગ એકબીજા પર ફેંકે
  • 4 years ago
સ્પેનના અલકાન્ટે પ્રાંતમાં આવેલા આઈબીઆઈ શહેરમાં કેથલિક ફૂડ ફાઈટ ફેસ્ટિવલ યોજાયો હતો પ્રેમ અને દોસ્તીના પ્રતિક સમાન આ લડાઈની પરંપરાને આ વર્ષે 200 વર્ષ પૂર્ણ થયાં છે દર વર્ષે 28 ડિસેમ્બરે ઉજવાતા આ તહેવારમાં આ વર્ષે પણ 12 દેશોના પર્યટકોએ ભાગ લીધો હતો સવારે આઠ વાગે શરૂ થયેલી આ રમત બપોર સુધી ચાલી હતી જેમાં બે ગ્રૂપ બનાવવામાં આવ્યાં હતાં આ રમતમાં મહિલાઓ પણ જોડાઈ હતી
શહેરના મેયરે આ લડાઈને સ્પર્ધકો માટે ખૂલ્લી મૂકી હતી બંને ગ્રૂપોએ એકબીજા પર સડેલા ઈંડા, લોટ અને હર્બલ રંગનો મારો કર્યો હતો લડાઈ પૂર્ણ થાય ત્યાં સુધીમાં તો સ્પર્ધકોએ 22 હજાર ઈંડા, 13 ટન લોટ અને હજારો કિલો રંગ ઉછાળ્યો હતો આ રમતમાં દરેક નાગરિકે ફરજિયાતપણે ભાગ લેવો પડે છે સાથે જ જો કોઈ તેના નિયમો તોડે તો તેને દંડ પણ કરવામાં આવે છે એકઠી થયેલી દંડની રકમને ચેરિટીમાં આપી દેવામાં આવે છે
Recommended