સંસદ હુમલા બાદ આતંકી કેમ્પોને તબાહ કરવા હતા, સરકારે મંજૂરી ન આપી - ધનોઆ
  • 4 years ago
દેશમાં બે મોટા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેના પાકિસ્તાનમાં આતંકી કેમ્પોને ધ્વસ્ત કરવા માગતી હતી પરંતુ તત્કાલિન સરકારે મંજૂરી ન આપી પૂર્વ વાયુસેના પ્રમુખ બીએસધનોઆએ શનિવારે આ દાવો કર્યો હતો ધનોઆ 31 ડિસેમ્બર, 2016થી 30 સપ્ટેમ્બર 2019 સુધી એરફોર્સ ચીફ રહ્યા હતા તેઓ પહેલા પણ કહી ચૂક્યા છે કે વાયુસેના પાકિસ્તાનના કબજા વાળા કાશ્મીરમાં આતંકી કેમ્પ તબાહ કરવા માટે તૈયાર હતી પરંતુ રાજકીય નેતૃત્વએ મંજૂરી આપી નહીં તેમણે એ પણ કહ્યું કે પુલવામા હુમલા બાદ કેન્દ્રની મંજૂરી બાદ જ બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી

એરચીફ માર્શલ ધનોઆએ એક સવાલના જવાબમાં કહ્યું- 2001માં સંસદ પર હુમલો થયો 2008માં મુંબઈને નિશાન બનાવવામાં આવી તેને 26/11નો હુમલો કહેવામાં આવે છે 2001માં જમ્મૂ-કાશ્મીર વિધાનસભા પર હુમલો થયો આ હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પીઓકેમાં મોજૂદ આતંકી કેમ્પોને નેસ્તનાબૂદ કરવાની યોજના બનાવી હતી બે વખત આ પ્રસ્તાવ કેન્દ્ર સરકાર સમક્ષ રાખવામાં આવ્યો બન્ને વખત મંજૂરી મળી ન શકી 2001માં એનડીએ સરકારમાં અટલ બિહારી વાજપેયી જ્યારે 2008માં યૂપીએ સરકારમાં મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતા
Recommended