તીડનાં ઝુંડ ખેતરોમાં કેવી રીતે આક્રમણ કરે છે? જાણો તીડને ભગાડવાનો દેશી ઉપાય
  • 4 years ago
રણતીડ



રણતીડ સામાન્ય રીતે આપણે ત્યાં દેખાતા અન્ય તીતીઘોડા જેવા જ હોય છે પરંતુ આ જીવાત મુખ્યત્વે રણમાં જોવા મળે છે રણતીડ જમીનમાં 5થી 12 સેન્ટીમીટર નીચે 60 થી 100 જેટલા ઈંડા મૂકે છે ઈંડામાંથી 10થી 12 દિવસમાં બચ્ચા બહાર આવે છે



ઈંડામાંથી નીકળેલા બચ્ચાં 5 કે 7 વખત કાંચળી ઉતારીને પુખ્ત અવસ્થામાં આવે છે તીડની પુખ્ત અવસ્થા 40થી 85 દિવસની હોય છે



મોટા થયેલાં તીડ ટોળામાં પ્રવાસ કરીને એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં પ્રવેશે છે



તીડથી થતું નુકસાન -



તીડ મોટા ટોળામાં હજારો માઈલ સુધી ઉડીને લીમડા સિવાયના ઝાડનાં પાંદડા, ઘાસ, વનસ્પતિને ખાઈને ભારે નુકસાન પહોંચાડે છે



સામાન્ય રીતે એક તીડ આખા દિવસમાં તેના વજન જેટલો જ ખોરાક લે છે પરંતુ તેના એક ટોળામાં 8થી 10 કરોડ તીડ હોવાથી તે જ્યાં ઉતરે છે ત્યાં એક જ દિવસમાં અંદાજે 200 ટન જેટલો ખોરાક ખાઈ ખેતીનો સોથ વાળી દે છે











તીડના ત્રાસથી બચવા શું કરવું?





• તીડનું ટોળુ આવતુ હોવાની માહિતી મળે તો તરત ચેતી જઈ ગામમાં ઢોલ, પતરાના ડબ્બા કે થાળીઓ વગાડી લોકોને સાવચેત કરવા

• તીડનું ટોળુ રાત્રે દેખાય તો કેરોસીનના કાકડા અથવા ફ્લેમથ્રોઅરથી સળગાવીને તેનો નાશ કરવો



• જે વિસ્તારમાં તીડે ઈંડા મૂક્યા હોય તે વિસ્તારની જમીન પર એક હેક્ટર જમીન દીઠ 25 કિલો મેલાથીઓન 5 % અને 15 % ક્વિનાલ્ફોસ મિક્સ કરીને તેની ચારેબાજુ ભૂકીના બે ફૂટ પહોળા પટ્ટા કરવા



• તીડના બચ્ચા ખોરાકની શોધમાં આગળ જતા હોય છે તેથી અનુકૂળ જગ્યાએ લાંબો ખાડો ખોડીને તીડના બચ્ચાના ટોળાને દાટી દેવા



• તીડના બચ્ચાના ટોળાને આગળ વધતા અટકાવવા ઝેરી પ્રલોભકા ( 100 કિલોની ડાંગરની કૂશકી સાથે 5 કિલો ફેનીટ્રોથીઓન અને 5 કિલો ગોળની રસી) બનાવી જમીન ઉપર વેરવી

• ખેતીનાં પાક પર તીડના ટોળા બેસે ત્યાં 5 % મેલાથીઓન કે 15 % ક્વિનાલ્ફોસની ભૂકીનો છંટકાવ કરવો

• જમીન પર રાતવાસો કરવા ઉતરેલુ તીડનું ટોળુ સામાન્ય રીતે સવારના 10 કે 11 વાગ્યા પછી જ ઊડતું હોય છે ત્યારે 5 ટકા મેલાથીઓન અથવા 15 ટકા ક્વિનાલ્ફોસ ભૂકીનો છંટકાવ કરવો

• તીડને નિયંત્રણ કરવા સવારના સમયે ફેનીટ્રોથીઓન 50 % અથવા મેલાથીઓન 50 % ઈસી અથવા ક્લોરપાયારીફોસ 20 % ઈસી દવા પ્રતિ 1 લિટર પ્રમાણે 800થી 1000 લીટર પાણીમાં ભેળવીને એક હેક્ટર વિસ્તારમાં છંટકાવ કરો

• તીડે ઈંડા મૂકાયા હોય તે વિસ્તારમાં ઊંડા ખેડ કરીને ઈંડાનો નાશ કરવો જોઈએ



પાકને આવી રીતે તીડથી બચાવો

પાક પર લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો 500 ગ્રામ (5 ટકા અર્ક) અથવા લીંબડાનું તેલ 40 મીલીમીટર તેમજ ધોવાનો પાવડર 10 ગ્રામ અથવા લીંબડા આધારિત તૈયાર કીટનાશક 50 મિલી (1 ઈસી) થી 40 મીલી (015 ઈસી) 10 લીટર પાણીમાં ઉમેરીને, તે દ્રાવણને છાંટવાથી આવા છોડ તીડ ખાતા નથી



તીડ બાબતે સાવચેતી એ જ સલામતી છે ખેતી નિયામક કચેરી, ગાંધીનગરે જાહેર કરેલ પધ્ધતિ પ્રમાણે પ્રક્રિયા કરવાથી ચોક્કસ તમે તીડના આતંકથી મુક્ત થઈશકો છો
Recommended