પૂતળાંના ગામ તરીકે ઓળખાય છે નાગોરો, લોકોની એકલતા દૂર કરે છે પૂતળાં
  • 4 years ago
જાપાનમાં એક ગામ એવું પણ છે જેને લોકો ઘોસ્ટ વિલેજ કે ચાડિયાઓના ગામ તરીકે ઓળખે છે જો કે,તમને જણાવી દઈએ કે નાગોરો નામના આ ગામની આવી ઓળખ ઉભીથવાનું કારણ કોઈ ભૂત નહીં પણ ગામમાં આવેલાં 270 કરતાં પણ વધુ પૂતળાં છેજાપાનના શિકોકૂ ટાપુ પર વસેલા નાગોરો ગામની કુલ વસતી 100 વ્યક્તિ કરતાં પણ ઓછી છે ગામમાંથી મોટા ભાગના લોકો રોજગારીની શોધમાં શહેરોમાં જતા રહેતાં આખું ગામ સૂમસામ ભાસતું હતું ગામમાં રહેતી સૌથી ઓછી વયની વ્યક્તિની ઉંમર 55 વર્ષ છે અહીં માત્ર 27 લોકો બચ્યા છે ગામને ઉજ્જડ થતું બચાવવા આયનો સુકિમી નામની મહિલાએ પૂતળાં લગાવવાનું નક્કી કર્યું, જેથી ગામમાં વસતી દેખાય ત્યાર બાદ સુકિમીએ ગામની સ્કૂલ, બસ સ્ટોપ, દુકાનો અને રમતના મેદાનમાં પૂતળાં જ પૂતળાં લગાવી દીધા, જેમાં બાળકો, પુરુષો અને મહિલાઓના પૂતળાં સામેલ છે સુકિમી જણાવે છે કે તેઓ એકલતા અનુભવે ત્યારે આ પૂતળાં સાથે રમે છે, વાતો કરે છે ગામમાં બાળકો ના હોવાથી છેલ્લા સાત વર્ષથી તો હવે શાળા પણ બંધ થઈ ગઈ છે બાળકોની પણ ખોટ સાલતી હોવાથી તેણે બાળકોનાં પણ પૂતળાં લગાવી દીધાં છે તેમને ખેતરોમાં ચાડિયા જોઇને પૂતળાંનું ગામ વસાવવાનો વિચાર આવ્યો હતો
Recommended