વડાપ્રધાનની રેલી દરમિયાન ગાજાએ રોકેટ છોડ્યા, નેતન્યાહૂને સ્ટેજ છોડીને શેલ્ટરમાં સંતાવું પડ્યું

  • 4 years ago
પેલેસ્ટાઈનના કબ્જા વાળા ગાજા પટ્ટા પરથી બુધવારે ઈઝરાયલ પર રોકેટ છોડવામાં આવ્યા હતા ઈઝરાયલી સેનાના જણાવ્યા પ્રમાણે, આ હુમલો દક્ષિણમાં આવેલા એશ્કેલોન શહેર પર કરવામાં આવ્યો હતો, જ્યાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ રેલી કરી રહ્યા હતા ગાજાના રોકેટ્સને હવામાં જ નષ્ટ કરી દેવાયા હતા જો કે, એશ્કેલોનમાં એલર્ટ સાયરન વાગવાના કારણે નેતન્યાહૂને સ્ટેજ પરથી ઉતરીને બોમ્બ શેલ્ટરમાં સંતાવું પડ્યું હતું આ દરમિયાન તેમના પત્ની સારા નેતન્યાહૂ પણ કાર્યરક્રમમાં હાજર રહ્યા હતા