મેજર અનૂપ મિશ્રાને ફૂલ બોડી બૂલેટપ્રૂફ જેકેટ 'સર્વત્ર' બનાવવા બદલ સેના પ્રમુખે એવોર્ડ આપ્યો

  • 4 years ago
ભારતીય સેનાનાં મેજર અનૂપ મિશ્રાએ ફૂલ બોડી બૂલેટપ્રૂફ જેકેટ બનાવ્યું છે જે જમ્મૂ-કાશ્મીરમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર દુશ્મનોની સ્નાઈપર રાઈફલથી મારવામાં આવતી ગોળીઓ સામે ભારતીય જવાનોને સંપૂર્ણ રક્ષા કવચ તરીકે કામ લાગશે

આ સિદ્ધિ બદલ મેજર અનૂપ મિશ્રાને મંગળવારે દિલ્હીમાં આયોજીત આર્મી ટેક્નોલોજી સેમિનારમાં સેના પ્રમુખ જનરલ બિપિન રાવતના હસ્તેArmy Design Bureau Excellence Award દ્વારા સમ્માનિત કરાયા છે

સેના દ્વારા અપાયેલ જાણકારી મુજબ મેજર અનૂપ મિશ્રાએ બનાવેલ બુલેટપ્રૂફ જેકેટને 'સર્વત્ર' નામ અપાયું છે જે વજનમાં ઘણી હળવી છે અત્યારસુધી માત્ર ગળાથી કમરના ભાગ સુધીની જ બુલેટપ્રૂફ જેકેટ ઉપયોગમાં લેવાતી હતી જોકે સેનામાં સામેલ કરાયા પહેલા સર્વત્રના ટ્રાયલ કરવામાં આવશે

ફૂલ બોડી બૂલેટપ્રૂફ જેકેટને બનાવવાનો વિચાર મેજર મિશ્રાને 2014માં તેમના કાશ્મીર ઘાટીના પોસ્ટીંગ દરમ્યાન આવ્યો હતો જ્યારે તેમના શરીર પર બુલેટપ્રૂફ જેકેટ પહેરવા છતાં ગોળી વાગી હતી તેમનો જીવ તો બચી ગયો પરંતુ તેમને અસહનીય દુખાવાનો ભોગ બનવું પડ્યું હતુ તે વખતે મેજર મિશ્રા પુણેમાં આવેલ મિલિટ્રી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં ઈન્સ્ટ્રક્ટર હતા

ઉલ્લેખનીય છે કે ,ફુલબોડી બુલેટપ્રૂફ જેકેટ 'સર્વત્ર', લેવલ-4 ગ્રેડની સુરક્ષા આપે છે સંપૂર્ણ વિશ્વમાં ભારત તેને વિકસીત કરવાવાળો ત્રીજા નંબરનો દેશ બની ગયો છે