વિશાળ કાર્નિવલ જહાજ ધડાકાભેર સામસામે અથડાયાં, શોકિંગ ઘટનાનો વીડિયો વાઈરલ

  • 4 years ago
મેક્સિકોમાં આવેલા કોઝુમેલ પોર્ટ પર બે કાર્નિવલ ક્રૂઝ જહાજ એકબીજા સાથે ધડાકાભેર અથડાયાં હતાં પોર્ટના કિનારે જ સર્જાયેલા આ શોકિંગ અકસ્માતના વીડિયોઝ અને ફોટોઝ પણ વાઈરલ થવા લાગ્યા હતા વીડિયોમાં જોઈ શકાય છે કે બે જહાજો સામસામે આવ્યા બાદ તરત જ એકબીજા સાથે ધડાકાભેર અથડાય છે જ્યારે કાર્નિવલ ગ્લોરી નામનું જહાજ તેના રૂટ પર આગળ વધવા નીકળ્યું હતું ત્યારે સર્જાયો હતો કાર્નિવલ ગ્લોરી અને કાર્નિવલ લિજેન્ડ નામના બે જહાજ વચ્ચેના અકસ્માતને કારણે એક મુસાફરને સામાન્ય ઈજાઓ થઈ હતી સાથે જ ગ્લોરી ક્રૂઝના આગળના ભાગના કાચ અને કેબિનમાં પણ ખાસ્સુ નુકસાન થયું હતું અકસ્માત બાદ બંને જહાજોનું રિપેરિંગ કરવા માટે તેમાં સવાર મુસાફરોને પોર્ટ પર ઉતારીને બંદરના કિનારે મજા માણવાની સલાહ આપી હતી કાર્નિવલ ગ્લોરી શિપની ક્ષમતા ચાર હજાર કરતાં પણ વધુ મુસાફરોની છે

Recommended