કાનપુર અને રામપુર પછી બિહારમાં આરજેડીના બંધ પછી આગચંપીના બનાવો,દેશમાં કુલ 22ના મૃત્યુ
  • 4 years ago
નાગરિકતા કાયદાને લઈ શનિવારે 13 રાજ્યોમાં દેખાવો યોજાયા હતા તેમાં કેટલાક રાજ્યોમાં હિંસા પણ થઈ હતી ઉત્તર પ્રદેશમાં કાનપુર જિલ્લાની યતિમખાના પોલીસ ચોકીને દેખાવકારોએ આગ ચાંપી દીધી હતી પોલીસ પર પથ્થરમારો કરાયો હતો અને તેમના વાહનોની હવા કાઢી નંખાઈ હતી આ હુમલામાં એક પોલીસકર્મીને ઇજા થઈ હતી બીજીબાજુ રામપુરમાં ઇદગામાં 400-500ની ભીડ બેકાબૂ થઈ ગઈ હતી અને તેમણે પોલીસ પર હુમલો કર્યો હતો ત્યાં અડધો ડઝન બાઈક ફૂંકી મારી હોવાના પણ અહેવાલ છે આ દેખાવો દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું આમ ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં આ હિંસામાં 15 લોકોના મોત થયા છે જ્યારે દેશભરમાં કુલ મૃત્યુઆક 21નો થયો છે પોલીસે ટિયરગેસ અને રબરની ગોળી છોડી હતી ત્યાં આરએએફ અને પીએસીને મોકલાઈ છે બિહારમાં આરજેડીના બંધને કારણે શનિવારે રેલવે અને માર્ગવાહન વ્યવહારને અસર થઈ હતી આરજેડીના કાર્યકર્તાઓએ હાજીપુરમાં આગચંપી કરી હતી તોફાનીઓએ પટણામાં બેરિકેટ તોડી પાડ્યા હતા કેટલાક સગીર પણ આ દેખાવોમાં જોવા મળ્યા હતા આ ઉપરાંત મહારાષ્ટ્રના કેટલાક હિસ્સા અને કર્ણાટક-કેરળના વિસ્તારોમાં છૂટી-છવાઈ હિંસા થઈ હતી
Recommended