રાજકોટમાં ટ્રેકટરમાંથી ડુંગળી ઢોળાતા લોકોએ જીવના જોખમે લૂંટ મચાવી
  • 4 years ago
રાજકોટઃગોંડલ હાઇવે પર ટ્રેકટરમાં પડેલી બોરીઓમાંથી ડુંગળીઓ ઢોળાતા લોકોએ લૂંટ મચાવી હતી માત્ર એટલું જ નહીં નેશનલ હાઇવે પર વાહનોની અવર જવર વચ્ચે લોકો જીવની પરવા કર્યા વિના ડુંગળી વીણવા લાગ્યા હતા ડુંગળીનો પાક નિષ્ફળ જવાને કારણે સમગ્ર દેશમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે હાલ લગભગ પ્રતિ કિલો રૂ80થી રૂ90ના ભાવે મળતી ડુંગળી પાછળ લોકો પાગલ બન્યા હતા

રૂ500 કે, 2000ની નોટો ઉડી હોય એમ ડુંગળી વીણી
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર માર્કેટ યાર્ડમાં ડુંગળી વેચવા જઈ રહેલા ખેડૂતના ટ્રેક્ટરમાંથી બોરી તૂટી જતાં રાજકોટ નેશનલ હાઈવે પર ભોજપરા ગામના પાટીયા પાસે ડુંગળીની રેલમ છેલમ જોવા મળી હતી ટ્રેકટરમાંથી ડુંગળી હાઈવે પર વેરાતા લોકોએ જાણે રૂપિયા 500 કે, 2000ની નોટો ઉડી હોય તેવી રીતે મોંઘા મોલની ડુંગળી લૂંટવા જીવના જોખમે દોડી ગયા હતા જેને પગલે કોઈ અકસ્માત ન થાય તે માટે વાહનચાલકોને પણ બ્રેક મારવાની ફરજ પડી હતી તેમાં પણ કેટલાક યુવાનોએ તો ડુંગળીઓની થેલી ભર્યા બાદ જાણે મોટી જંગ જીતી હોય એમ હાશકારો અનુભવ્યો હતો
Recommended