2002ના ગુજરાતના રમખાણોમાં મોદી-મંત્રીઓને ક્લિનચીટ, 3 IPSની નકારાત્મક ભૂમિકા
  • 4 years ago
ગુજરાતમાં 27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસને આગચંપી અને ત્યારબાદ રાજ્યભરમાં ફાટી નિકળેલા કોમી રમખાણોની તપાસ કરનારા નાણાવટી-મહેતા તપાસપંચે પોતાના ફાઈનલ રિપોર્ટમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લિનચીટ આપી દીધી છે ગોધરામાં ટ્રેન સળગાવાઈ એ પૂર્વાયોજિત કાવતરું હતું જ્યારે ત્યારબાદ રાજ્યભરમાં થયેલા કોમી રમખાણો પૂર્વાયોજિત નહોતા એવો નાણાવટી-મહેતા તપાસપંચના તારણોમાં ઉલ્લેખ કરાયો છે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ બુધવારે વિધાનસભા ગૃહમાં રજૂ કરાયેલા આ ફાઈનલ રિપોર્ટના મુખ્યઅંશો પત્રકારોને જણાવ્યા હતા તેમણે કહ્યું હતું કે, તપાસપંચે આ રમખાણોમાં ત્રણ તત્કાલીન મંત્રીઓ સ્વ હરેન પંડ્યા, ભરત બારોટ અને સ્વ અશોક ભટ્ટને પણ ક્લિનચીટ આપી છે ગોધરા ખાતે ટ્રેન સળગાવવાની ઘટનાના આરોપીઓ કોંગ્રેસનું બેકગ્રાઉન્ડ ધરાવતા હતા જ્યારે વ્હીસલ બ્લોઅર તરીકે જેમનો ઉલ્લેખ કરાયો હતો તેવા ત્રણ IPS આરબી શ્રીકુમાર, સંજીવ ભટ્ટ અને રાહુલ શર્માની ભૂમિકા નકારાત્મક રહી હોવાનો પણ આ તારણોમાં ઉલ્લેખ કરાયો છે
Recommended