સુરતીએ બનાવેલી થ્રી વ્હિલર હેમર હેડ-800 બાઈક ગોવા ઈન્ડિયા બાઈક વીકમાં પ્રથમ ક્રમે

  • 4 years ago
સુરતઃ ગોવા ખાતે યોજાયેલી ઈન્ડિયા બાઈક વીકમાં સુરતના 21 વર્ષના યુવાને તૈયારી કરેલી ત્રણ બાઈક પૈકી બે બાઈકને પ્રથમ અને બીજો ક્રમાંક મળ્યો છે એક બાઈક થ્રી વ્હિલર હેમર હેડ-800 છે જ્યારે બીજું રાજદૂત બાઈક ઈલેક્ટ્રીક બાઈક છે ઈન્ડિયા બાઈક વીકમાં ઈનોવેશન ક્લાસ કેટીગરીમાં પાંચ જેટલી બાઈક મૂકવામાં આવી હતી જેમાં સુરતના 21 વર્ષીય યુવાન રૂઝબેહ માસ્ટરની ત્રણ બાઈક હતી થ્રી વ્હિલર, રાજદૂત અને ત્રીજી યુનિકોર્ન 150 સીસી બાઈક હતી જેમાં સસ્પેન્શન તેણે જાતે બનાવ્યા હતા તે એક ડર્ટ બાઈક છે ઈનોવેશન ક્લાસ કેટીગરીમાં થ્રી વ્હિલ બાઈકને પ્રથમ ક્રમાંક મળ્યો છે જ્યારે રાજદૂત બાઈક ઈલેક્ટ્રીકને બીજો ક્રમાંક મળ્યો છે