નાગરિકતા સંશોધન બિલ રજૂ કરવા થયું વોટિંગ, સમર્થનમાં 293 અને વિરોધમાં 82 વોટ પડ્યા
  • 4 years ago
સંસદના શિયાળુ સત્રમાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં નાગરકિતા બિલ રજુ કર્યું છે આ અંગે અધીર રંજન ચૌધરીએ વિરોધ વ્યક્ત કર્યો જેનો અમિત શાહે જવાબ આપતા કહ્યું કે, આ બિલ દેશની લઘુમતી કોમના વિરુદ્ધમાં નથી વધુમાં અમિત શાહે કહ્યું કે, હું દરેક સવાલનો જવાબ આપીશ ત્યારે વોક આઉટ ના કરતા આ બિલ લઘુમતીના 001% પણ વિરોધમાં નથી ભાજપે તેના તમામ સભ્યોને અગામી ત્રણ દિવસ ગૃહમાં હાજર રહેવા માટે વ્હીપ જાહેર કર્યું હતું કોંગ્રેસ સહિત 11 પાર્ટી આ બિલના વિરોધમાં છે આ બિલ અંગે અમિત શાહે લોકસભામાં કહ્યું કે, જો કોંગ્રેસે ધર્મના આધારે દેશનું વિભાજન ન કર્યું હોત તો નાગરિકતા બિલ લાવવાની જરૂરત ન હોત અંતે સ્પીકરે બિલ રજૂ થવા મામલે પહેલાં વોટિંગ કરાવવાનો આદેશ આપ્યો હતો બિલ રજૂ કરવાના મામલે 293 અને વિરોધમાં 82 વોટ પડ્યા હતા 375 સાંસદોએ વોટિંગમાં ભાગ લીધો હતો
Recommended