હવે અગરિયાઓને રણ બેઠા હૃદય સહિતની બીમારીની વીડિયો કોલથી સારવાર મળશે
  • 4 years ago
પાટડી: રણમાં મીઠું પકવતા અગરિયાઓ ચામડી સહિતની જટીલ બીમારીઓથી પીડાય છે હવેથી અગરિયાઓને રણ બેઠા હૃદય સહિતની બીમારીની વીડિયો કોલથી સારવાર મળવાનું સપનું સાકાર થયું છે હોપ્સની હેલ્થકેર મોબાઇલ હેલ્થ વાન ભાવનગરથી લાવી રણમાં 30થી વધુ અગરિયાઓની ઇસીજી સહિતની સારવાર કરી હતી આગામી દિવસોમાં આવી પાંચ મોબાઇલ હેલ્થવાન મીઠું પકવતા અગરિયાઓના ઝુંપડે-ઝુંપડે જઇ સારવાર કરશે રણમાં અંદાજે 2000 અગરિયા પરિવારો પરંપરાગત રીતે પેઢી દર પેઢી મીઠું પકવવાનું આકરૂ કામ કરે છે છેવાડાના માનવી તરીકે ઓળખાતો અગરિયા સમુદાય રાત-દિવસ 24 કલાક ખારા પાણીમાં કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું પકવવાનું આકરૂ કામ કરતા હોવાથી મોટા ભાગના અગરિયાઓ ચામડી, રંતાધણાપણા અને બીપી સહિતના રોગચાળાથી પીડાય છે અને રણમાં મીઠું પકવતા અગરિયાઓનું સરેરાશ આયુષ્ય પણ અન્ય લોકો કરતા પ્રમાણમાં ખુબ ઓછું હોય છે
Recommended