એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ વેનું કામ એપ્રિલમાં પૂર્ણ થશે
  • 4 years ago
જૂનાગઢ: એશિયાના સૌથી મોટા રોપ-વે પ્રોજેક્ટ ગિરનાર રોપ-વેનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે કામગીરી અંગે માહિતી આપતા ઉષા બ્રેકો કંપનીના વાઇસ પ્રેસીડેન્ટ મનોજ પવાર તેમજ દિનેશસિંગ નેગીએ જણાવ્યું હતું કે, હાલ લોવર સ્ટેશનના પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે કુલ 9 ટાવર પૈકી 2 ટાવર ઉભા થઇ ગયા છે 6 મિટરથી લઇને 18 મિટરના ટાવર રહેશે સૌથી ઉંચો ટાવર 1000 પગથિયે 67 મિટરનો રહેશે ઓસ્ટ્રેયાથી આવેલા નેકીના માર્ગદર્શનમાં 50થી વધુ ઇજનેરોની ટીમ કામગીરી કરી રહી છે એપ્રિલ સુધીમાં કામ પૂર્ણ થઇ જશે બાદમાં રોપ-વે શરૂ કરવામાં આવશે રોપ-વેની વિશેષતા એ છે કે, રોપ-વે પર ગીધ કે કોઇ પક્ષી બેઠું હશે તો રોપ-વેમાં લાગેલા સેન્સરથી રોપ-વે બંધ થઇ જશે અને સાઇરન વગડશે જેથી પક્ષી ઉડી જાય બાદમાં રોપ-વે ફરી શરૂ થઇ જશે આમ, અકસ્માતની કોઇ સંભાવના નથી
Recommended