હાથમાં બંદૂક લઇ માનવભક્ષી દીપડાથી ખેડૂતોના રક્ષણ માટે વિસાવદરના MLA મેદાને, દીપડાને પુરવા કડક સૂચના

  • 4 years ago
બગસરા: વિસાવદર, બગસરા, ધારી તાલુકાના 17 ખેડૂતો અને ખેત મજૂરોને માનવભક્ષી દીપડાએ ફાડી ખાધા છે જ્યારે આજે વહેલી સવારે બગસરામાં વધુ એક ખેડૂત દીપડાનો શિકાર બન્યો છે સતત વધી રહેલી ઘટનાને પગલે વિસાવદરના ખેડૂત પુત્ર ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયા હથિયાર લઈ ખેડૂતોના રક્ષણ માટે આગળ આવ્યા છે તેમણે વનવિભાગને 15 દિવસમાં ખેડૂતોના રેવન્યુ વિસ્તારમાંથી દીપડા ઉપાડી લેવા માટે ચીમકી ઉચ્ચારી છે તેમજ હું ખુદ દીપડાને ભડાકે દઈશ કોઈ આડું આવ્યું એને પણ છઠીનું ધાવણ યાદ કરાવી દઈશ તેવા આક્રોશ સાથે ખેડૂતોના રક્ષણ માટે ખેડૂત ધારાસભ્ય મેદાને આવ્યા છે તેમજ સરકારે પણ દીપડાને તાત્કાલિક પાંજરે પુરવા કડક સૂચના આપી છે

Recommended