બે વર્ષમાં 9 હજાર ફૂટની ઊંચાઈએ બરફના પર્વત પર શહેર વસાવ્યું
  • 4 years ago
ઉત્તર કોરિયામાં મંગળવારે શાસક કિમ જોગ ઉને સામજિયોન પ્રાંતમાં નવા શહેરનું ઉદઘાટન કર્યું તેમણે તેને દેશનો સૌથી મહત્ત્વપૂર્ણ નિર્માણ પ્રોજેક્ટ ગણાવ્યો અહીં તેમના પિતા અને પૂર્વ શાસક કિમ જોગ ઇલનો જન્મ થયો હતો નવું શહેર દેશના સૌથી પવિત્ર સ્થળ મનાતા માઉન્ટ પાએક્ટુમાં બનાવાયું છે

સ્થાનિક મીડિયા તેને આધુનિક સભ્યતાનું પ્રતીક ગણાવી રહ્યું છે શહેરમાં એપાર્ટમેન્ટ, હોટલ, સ્કી રિસોર્ટ, કોમર્શિયલ, સાંસ્કૃતિક કેન્દ્રો, હોસ્પિટલ અને સ્ટેડિયમ પણ છે કિમે બે વર્ષ પહેલાં તેના નિર્માણની જાહેરાત કરી હતી રિપોર્ટ્સ મુજબ કિમ તેને દક્ષિણ કોરિયાથી અલગ દેખાડવા માગે છે અહીં સ્વચ્છ અને સરસ રીતે ડિઝાઈન કરાયેલી નવી ઇમારતો બનાવાય છે એવો દેશ કે કોઈ અન્ય શહેરમાં નથી આખું શહેર 9 ચોરસ કિમીમાં ફેલાયેલું છે તેના પર થયેલા ખર્ચનો અત્યારે ખુલાસો થયો નથી કિમ જોગ આ પ્રોજેક્ટ પર ખુદ દેખરેખ રાખી રહ્યા છે બે વર્ષમાં તેઓ અહીં 10થી 12 વખત આવી ચૂક્યા છે
Recommended