રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની આવક બંધ કરાતા ખેડૂતોએ હલ્લાબોલ કર્યો
  • 4 years ago
રાજકોટ: શિયાળા પાકનું વાવેતર અને લગ્નની સિઝન આવી રહી હોય ખેડૂતોને નાણાની જરૂરિયાત પડતા મગફળીના પાકનું વેચાણ કરી રહ્યા છે રાજકોટ યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક આવક થઇ છે ગઇકાલે રાત્રે જ 125લાખ ગુણીની આવક થતા યાર્ડ ઉભરાય ગયું છે ગત રાત્રે આવક વધી જતા અને યાર્ડમાં જગ્યા ન હોવાથી આવક બંધ કરાતા ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો અને પોલીસને દોડી જવાની નોબત આવી હતી પરંતુ બાદમાં મામલો થાળે પડ્યો હતો રાજકોટ યાર્ડમાં આજે મગફળીનો એક મણનો ભાવ 750થી 970 સુધી મળી રહ્યો છે
Recommended