સુરતમાં ગુજરાતી-ઉડીયા માધ્યમની શાળા બંધ કરી અન્યત્ર ખસેડતા વિદ્યાર્થીઓને મુશ્કેલી
  • 4 years ago
સુરતઃ સુરતના સુમુલડેરી રોડ પર આવેલી ગુજરાતી અને ઉડીયા માધ્યમની શાળા બંધ કરી અન્યત્ર ખસેડતા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જૂની શાળામાં જ ફરી અભ્યાસ શરૂ કરાવવા માટે વિદ્યાર્થીઓએ શિક્ષણ સમિતિ પર રજુઆત કરવામાં આવી છે શિક્ષણ સમિતિને કરવામાં આવેલી રજૂઆત પ્રમાણે, સુમુલડેરી વિસ્તારમાં સ્લમ તરીકે જાણીતો છે આ વિસ્તારના રહેવાસીઓ ગુજરાત સરકારના સર્વેના આધારે ગરીબી રેખા હેઠળ જીવતા પરિવાર તરીકે જાહેર કરવામાં આવ્યો છેજેથી આ વિસ્તારના બાળકોને શાળા ક્રમાંક 176-177 ગુજરાતી-ઉડીયા માધ્યામાં 300થી 400 બાળકોને અભ્યાસ કરાવવામાં આવતો હતો જોકે, છેલ્લા 10 મહિના અગાઈ ઓચિંતો નિર્ણય લઈ 8થી 9 મહિના પગેલા શિક્ષણ કાર્યબંધ કરી આ વિસ્તારની 5 કિમી દૂર આવેલી શાળા ક્રમાંક 171-172માં સ્થળાંતર કરવામાં આવ્યું છે જેના કારણે બાળકોને આવવા-જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યા છે અન્ય કોઈ રીતે બાળકોને મોકલવા સમર્થ થવ હોવાથી જૂની 176-177 શાળામાં જ શિક્ષણ કાર્ય ચાલું કરવા માટે રજુઆત કરી છે
Recommended