માનતા પૂર્ણ કરવા આળોટા વૈષ્ણવ દેવી જતા મહારાષ્ટ્રીયન હાલોલ પહોંચ્યા
  • 4 years ago
હાલોલ: મહારાસ્ટ્રના મા વૈષ્ણવ દેવીના ભક્તે પોતાના પુત્રના જીવનદાન માટે રોડ પર આળોટતા આળોટતા અમરાવતીથી વૈષ્ણેવ દેવી જવાની માનતા માની હતી પુત્રની તબીયત સારી થઇ જતા યુવક પોતાની માનતા પુરી કરવા નીકળી પડ્યો છે ગઇકાલે રોડ પર આળોટતા આળોટતા તે હાલોલ-શામળાજી હાઇવે પર આવી પહોંચ્યો હતો રોડ પરથી પસાર થતા લોકોએ તેને જોઇને તેનો વીડિયો બનાવ્યો હતો મહારાષ્ટ્ર રાજયના અમરાવતીમાં રહેતા દેવીદાસ પોતે લુહારીકામ સાથે સંકળાયેલા છે પોતાના પુત્ર દુર્ગેશને મહિનાઓ પહેલા ઘરમા કરંટ લાગતા તેનો જીવ જોખમમાં મૂકાયો હતો દવાખાને સારવાર હેઠળ તે જીવનમરણ વચ્ચે ઝોલા ખાતો હતો આથી ચિંતીત બનેલા દેવીદાસ પોતે મા વૈષ્ણવ દેવીમાં અતુટ શ્રધ્ધા ધરાવતા હતા આથી તેમને પૂત્ર દુર્ગેશ સારો થાય તે માટે માનતા માની કે પુત્ર દુર્ગેશ સાજો થઈ જશે તો હું જમીનનો આળોટતો આળોટતો પોતાના ઘર અમરાવતીથી વૈષ્ણવ દેવી સુધી જઇશ જોકે તેમની માનતાને ચમત્કાર ગણો કે શ્રધ્ધા પોતાનો પુત્ર દુર્ગેશ થોડા સમયમાં સારો થઇ ગયો હતો આથી તેમને પોતાની માનતા પુર્ણ કરવા પોતાના ઘર અમરાવતીથી આટોળતા નીકળ્યા છે સાથે પોતાના પુત્ર દુર્ગેશ અને પુત્રી વૈષ્ણવીને પણ સાથે લીધી છે સાથે એક સાઇકલ છે જેના પર બેટરી વડે મ્યુઝીક સિસ્ટમ પર માતાજીના ગીતો વગાડતા જાય છે
Recommended