ઘાસ, પથ્થરનો ભુક્કો અને દળેલી ખાંડમાંથી બનતા નકલી જીરાનો પર્દાફાશ
  • 4 years ago
જીરૂને ગરમ મસાલામાં ગણવામાં આવે છે જીરૂના વઘારથી રસોઈમાં એક ખાસ સ્વાદ આવતો હોય છે પરંતુ આ વીડિયો જોયા બાદ જીરૂને જોઇને તમારા નાકનું ટીચકું જરૂર ચડી જશે દિલ્હી પોલીસે દિલ્હીના બવાના વિસ્તારમાં નકલી જીરૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે પોલીસે ઘટનાસ્થળેથી લગભગ 19 હજાર કિલો જેટલું બનાવટી જીરૂ પકડ્યું છે જે ઘાસ, પથ્થરનો ભુક્કો અને દળેલી ખાંડમાંથી તૈયાર કરવામાં આવતુ હતુ જુઓ કેવી રીતે નકલી જીરૂનો કાળો કારોબાર ચાલતો હતો જેનાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેળા થતાં હતા પોલીસે ફેક્ટરીના માલિક સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે માલિક હરિનંદનનું કહેવુ છે કે તે નકલી જીરૂ બનાવવાનું ગામડેથી શીખ્યો છે આ માટેનું રો મટિરિયલ તે રાજસ્થાનથી મગાવતો હતો ઘાસમાં બુરૂ ભેળવી તેમાં પથ્થરનો ભુક્કો નાખીને તેને ખુબ મસળવાથી તૈયાર થઈ જતુ અસલી જેવુ દેખાતુ નકલી જીરૂ આ નકલી જીરૂ તૈયાર થયા બાદ 20 રૂપિયે કિલો વેપારીઓને વેચવામાં આવતુ અને વેપારીઓ આ નકલી જીરાને અસલી જીરામાં ભેળવી 400 રૂપિયે કિલો ગ્રાહકોને પધરાવતા હતા હવે ખબર પડીને કે બજારમાં આટલુ મોંઘુ દાટ વેચાતુ જીરૂ કેટલું અસલી છે અને કેટલુ નકલી
Recommended