હટકે ડાન્સિંગ મૂવ્સ સાથે એમબીએની સ્ટૂડન્ટ લોકોને ટ્રાફિકના નિયમો સમજાવે છે, વીડિયો વાઈરલ
  • 4 years ago
મધ્ય પ્રદેશના ઈન્દોરના સર્કલો પર આજકાલ લોકો ટ્રાફિક પોલીસની સાથે વૉલન્ટિયર તરીકે કામ કરતી યુવતીને જોવા માટે પણ લાઈનો લગાવી રહ્યા છે એમબીએની સ્ટૂ઼ડન્ટએવી શુભી જૈન તેના હટકે અંદાજમાં ટ્રાફિકનું નિયમન કરે છે ડાન્સ કરતાં કરતાં ટ્રાફિક કંટ્રોલ કરવાની તેની સ્ટાઈલના કારણે તે સોશિયલ મીડિયામાં પણ છવાઈ ગઈ છે 23વર્ષીય શુભી પુણેની સિમ્બાયોસિસ કોલેજમાં એમબીએનો અભ્યાસ કરે છે તે અત્યારે ઈન્દોરમાં ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા માટે ઈન્ટરશીપ કરવા માટે આવી છે લાલ લાઈટથતાં જ થોભી જતાં વાહનોની સામે જઈને તે ખૂબ જ પ્રેમથીટ્રાફિકનું નિયમન કરવાની સૂચનાઓ અને તેના નિયમો પણ સમજાવે છે જેમણે પણ હેલમેટ પહેર્યું હોય તેમનેસલામ કરીને વખાણે છે તો જેઓ હજુ પણ કાયદાને ગણકારતા નથી તેમને હાથ જોડીને આજીજી પણ કરે છે કારચાલકોને પણ તે સીટ બેલ્ટ લગાવવાનું તેમજ ડ્રાઈવિંગ સમયેમોબાઈલનો ઉપયોગ નહીં કરવાની સલાહ પણ તેની અલગ જ સ્ટાઈલમાં આપે છે
Recommended