સુરતની અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ઓરિસ્સાવાસી કારીગરો હિંસક બન્યા
  • 4 years ago
સુરતઃ મજૂરીના દર વધારાની માંગ સાથે અડધી વીવીંગ ઈન્ડસ્ટ્રિઝને બાનમાં લેનારા ઓરિસ્સાવાસી કારીગરો સોમવારે હિંસક બન્યા હતાંસોમવારે સાયણ-ગોથાણની અંજની ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં સાંજે શિફ્ટ બદલાતા સમયે કારખાના શરૂ કરનારા વીવર્સને કારીગરોના ટોળાએ માર માર્યા છે તેમજ એક વીવરને બાઈક પરથી ઢસડીને માર મારતા કુલ ત્રણ વીવર્સ ઈજા પામ્યા છે જે પૈકી બે વીવરને કિરણ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે 108માં ખસેડવામાં આવ્યા છે 15 દિવસથી શહેરની વિવિધ વીવીંગ ઈન્ડસ્ટ્રિઝમાં ઓરિસ્સાવાસી કારીગરોએ પગાર વધારા મુદ્દે કામ બંધ કરી દીધું હતું તે દરમિયાન લસકાણા, વરાછા, પીપોદરામાં કારખાના રવિવારથી ફરી શરૂ થયા છે પરંતુ અંજની ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં હજુ કારીગરો કામ પર ચઢી રહ્યાં નથી જો કે, અંજનીમાં 80 ટકા ઓરિસ્સાવાસી કારીગરો છે અંજની ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં સોમવારે કેટલાંક વીવર્સે ડરના માર્યા શટર બંધ રાખી 4 થી 5 કારીગરો સાથે મશીનો કાર્યરત કર્યા હતા સાંજે 7 કલાકે પાળી બદલીના સમયે 100થી વધુ કારીગરોનું ટોળુ અંજની ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ધસી આવ્યું હતું ઓરિસ્સાવાસી કારીગરોએ કારખાના બંધ કરાવવા લાકડાના ફટકા એકમોના ગેટ પર અફાડવાનું શરૂ કર્યું હતું