ઠાંય-ઠાંય બાદ યુપી પોલીસ ફરી ચર્ચામાં, લાકડાને દંડાને બનાવ્યો ઘોડો
  • 4 years ago
લખનઉ | ઉત્તર પ્રદેશ પોલીસ તેના કામને લઈને હંમેશા ચર્ચામાં રહે છે ક્યારેય મંત્રીની ભેંસ શોધવા માટે તો ક્યારેક એન્કાઉન્ટર દરમિયાન મોઢેથી ઠાંય-ઠાંયનો અવાજ કાઢીને હવે ઉત્તર પ્રદેશ પોલીસનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં પોલીસ જવાનોએ ટોળાને કાબૂમાં લેવા ઘોડેસવારી કરી પણ અસલ ઘોડા ઉપલબ્ધ ન હોવાથી જવાનોએ વાંસના દંડાને જ ઘોડા બનાવી દીધા સુહાગનગરી ફિરોજાબાદ પોલીસ લાઈનમાં થયેલી મોક ડ્રિલનો આ વીડિયો વાયરલ થયો છે, જેમાં પોલીસકર્મીઓ પગ વચ્ચે દંડા પકડીને ઘોડાસવારી કરતા દેખાય છે આ મામલે એક અધિકારીએ જણાવ્યું કે વીડિયો 8 નવેમ્બરે થયેલી મોક ડ્રિલનો છે ટોળાને કાબૂમાં લેવા માટેની પોલીસ કાર્યવાહીનો અભ્યાસ કરાવાયો હતો જિલ્લામાં ઘોડા ન હોવાથી મોક ડ્રિલ દરમિયાન પ્રતીકાત્મક રીતે ઘોડા દોડાવવાની જાણકારી આપવામાં આવી
Recommended