ઘરે ફૂટબોલ મેચ જોઈ રહેલા લોકો પર આડેધડ ફાયરિંગ
  • 4 years ago
અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા ફ્રેસ્નો પ્રાંતમાં રવિવારે સાંજે ઘરના પાછળના ભાગમાં બેસી ફૂટબોલ મેચ જોઈ રહેલા લોકો પર એક અજ્ઞાત વ્યક્તિએ ફાયરિંગ કરતા એશિયા મૂળના 4 વ્યક્તિના મોત થયા છે જ્યારે 6 વ્યક્તિને ઈજા પહોંચી હતી

ફ્રેસ્નો પોલીસના પ્રવક્તા બિન ડોલેલીએ જણાવ્યું હતું કે એક સ્થાનિક વ્યક્તિએ ફૂટબોલ મેચ જોઈ રહેલા તેના મિત્રો અને સંબંધિઓને એકત્રિત કર્યા હતા તે સમયે એક અજ્ઞાત વ્યક્તિ આવીને ફાયરિંગ શરૂ કરી દીધુ હતું ઘટના સ્થળ પર પહોંચ્યા બાદ પોલીસે ઘરની પાછળના ભાગમાંથી ચાર વ્યક્તિના મૃતદેહનો કબ્જો મેળવ્યો હતો ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા સીસીટીવી ફુટેજને આધારે શંકાસ્પદ હુમલાખોરોની શોધખોળ કરવામાં આવી રહી છે
Recommended