SG હાઈવે પર સોલા સિવિલ સામેનો અઢી કરોડના ખર્ચે બનેલો ટ્રાફિક ચિલ્ડ્રન પાર્ક સુમસામ બન્યો
  • 4 years ago
અનિરુદ્ધસિંહ મકવાણા, અમદાવાદ:બાળકોમાં ટ્રાફિકના નિયમોની સમજ અને જાગૃતતા માટે એસજી હાઈવે પર સોલા સિવિલ હોસ્પિટલની સામે 25 કરોડના ખર્ચે ટ્રાફિક ચિલ્ડ્રન પાર્ક બનાવવામાં આવ્યો છે પશ્ચિમ વિસ્તારના બાળકો માટે દોઢ વર્ષથી શરૂ કરવામાં આવેલો ચિલ્ડ્રન પાર્ક હવે સુમસામ બની ગયો છે મહિને એકાદ સ્કૂલના વિદ્યાર્થીઓ જ મુલાકાત લે છે ચિલ્ડ્રન પાર્કમાં ટ્રાફિકના નિયમોની સમજ માટે કરોડોનો ખર્ચ કર્યો હોવા છતાં લોકો સુધી તેનો પ્રચાર પ્રસાર કરવામાં ન આવતો હોવાના કારણે તેમજ ત્યાં બે બે ટ્રાફિક પોલીસ સ્ટેશન શરૂ કરી દેવાના કારણે ચિલ્ડ્રન પાર્ક હવે ભુલાઈ ગયો છે ચિલ્ડ્રન પાર્કની સાયકલો પણ ધૂળ ખાય છે ટ્રાફિક ડીસીપી (વહીવટ) તેજસ પટેલે જણાવ્યું હતું કે ચિલ્ડ્રન પાર્કમાં વધુ મુલાકાતીઓ આવે તે માટે NGOને સોંપવા માટેની વિચારણા ચાલી રહી છે ચિલ્ડ્રન પાર્કના બિલ્ડિંગમાં બે ટ્રાફિક પોલીસ સ્ટેશન ચાલે છે જેને બાજુની જગ્યામાં નવું બિલ્ડીંગ બનાવી ટ્રાન્સફર કરવામાં આવશે
Recommended