છેલ્લા 7 મહિનાથી કપડાંની દુકાને એક ગાય પંખા નીચે બેસવા આવે છે
  • 4 years ago
આંધ્ર પ્રદેશમાં કડપ્પા જિલ્લામાં મૈદુકુર ગામમાં એક કપડાની દુકાનમાં રોજ એક મહેમાન આવે છે આ મહેમાન બીજું કોઈ નહીં પણ એક ગાય છે છેલ્લા સાત મહિનાથી આ ગાય રેગ્યુલર દુકાનમાં આવે છે

આ દુકાનનું નામ સાઈબાબા ક્લોથ સ્ટોર છે જોવાની વાત તો એ છે કે, દુકાનમાં ગ્રાહકો હોય છે તેમ છતાં પણ ગાય એકબાજુ આવીને બેસી જાય છે આ ગાય દુકાનમાં જેવી તેવી જગ્યાએ નહીં પણ પંખાની નીચે જ બેસે છે રોજ ગાય આશરે 2થી 3 કલાક સુધી આજુબાજુનાં ગ્રાહકો કે દુકાનને નુકસાન કર્યા વગર શાંતિથી બેસે છે દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આ ગાય ઝડપાઇ ગઈ છે
Recommended