બરફમાં રહેતો 1.2 કિલોગ્રામ વજનનો કરચલો 32 લાખ રૂપિયામાં વેચાયો

  • 5 years ago
ગુરુવારે જાપાનમાં પશ્ચિમ ટોટોરી વિસ્તારમાં બરફમાં રહેતા કરચલાની હરાજી 46 હજાર ડોલર એટલે કે 32 લાખ 66 હજાર રૂપિયામાં થઈ છે આ કરચલો અત્યાર સુધીનો દુનિયાનો સૌથી મોંઘો કરચલો માનવામાં આવી રહ્યો છે જાપાનમાં દર વર્ષે લોકો ઠંડીની સીઝનમાં સી ફૂડની પ્રથમ હરાજીની રાહ જોવે છે આ હરાજીમાં કરચલા ઉપરાંત માછલીઓ પણ હોય છે

સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે, 12 કિલોગ્રામ અને 146 સેન્ટિમીટર લાંબા કરચલાની કિંમત સાંભળીને અમે સૌ ચકિત થઈ ગયા હતા ગત વર્ષે કરચલાની 13 લાખ રૂપિયા સુધીની બોલી લાગી હતી, જેણે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કર્યો હતો આ વખતની હરાજી કિંમતે તે રેકોર્ડ પણ તોડી દીધો છે આ કરચલો દુનિયાનો સૌથી મોંઘો કરચલો બની ગયો છે