રાજનાથે કહ્યું- સંરક્ષણ ક્ષેત્રે ભારત-રશિયા મળીને ઉત્પાદન કરે

  • 5 years ago
રક્ષામંત્રી રાજનાથ સિંહે રશિયાને અપીલ કરી છે કે તે રક્ષા ક્ષેત્રે નિકાસ વધારવા માટે સાથે મળીને કામ કરે મોસ્કોમાં મંગળવારે રશિયાના ઉદ્યોગ અને વેપાર મંત્રી ડેનિસ માંતુરોવ સાથે રશિયા ડિફેન્સ ઈન્ડસ્ટ્રી કોર્પોરેશન કોન્ફરન્સમાં રાજનાથે કહ્યું કે, બન્ને દેશોએ મળીને રક્ષા ઉત્પાદન કરવું જોઈએ સાથે જ આ ઉત્પાદનની નિકાસ માટે એક પ્લેટફોર્મ પણ ઊભું કરવું જોઈએ જેનાથી ભારત અને રશિયા બન્ને આગળ વધી શકે

રાજનાથે વધુમાં કહ્યું કે, ‘ભારત ઘણા સમયથી રક્ષાના મૂળ(મિગ એકે-47)નું ઉત્પાદન કરનાર દેશ સાથે ભાગીદારી કરવા ઈચ્છી રહ્યું છે જેથી મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ સાથે જોડાઈને તેઓ આપણા સંસાધનોનો લાભ ઉઠાવી શકે બન્ને દેશ મળીને એક એવું પ્લેટફોર્મ ઊભું કરી શકે છે, જેનાથી આ ઉત્પાદન અન્ય દેશોને વેચી શકાય’

Recommended