મા ઉમાના લક્ષચંડી યજ્ઞની તૈયારીઓ, 7મીએ બાઈકરેલી અને 9મીએ દિવ્યજ્યોત સંકલ્પ યાત્રા
  • 4 years ago
ઊંઝા:18થી 22 ડિસેમ્બર દરમિયાન યોજાનારા ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવની તૈયારીના ભાગરૂપે તા7મીને ગુરુવારે રાત્રે બાઇકરેલી તેમજ તા9મીને શનિવારે રાત્રે દિવ્યજ્યોત સંકલ્પ યાત્રાનું ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા ભવ્ય આયોજન કરાયું છેદિવ્યજ્યોત સંકલ્પ યાત્રાને લઇ ઊંઝા શહેર અને ગ્રામ્ય ભાઇઓ અને બહેનોની સ્વયંસેવક કમિટીઓના વિવિધ ગૃપ લીડરોની મિટિંગ મહોત્સવના પ્રોજેક્ટ ચેરમેન મહેન્દ્રભાઇ એસ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં દિવ્ય જ્યોત સંકલ્પ યાત્રાની વિસ્તૃત માહિતી આપી હતી શનિવારે રાત્રે 8 વાગે મા ઉમિયાના ગર્ભગૃહમાંથી દિવ્ય જ્યોત લઈ સમગ્ર નગરની પરિક્રમા કરી જીમખાના મેદાનમાં બનાવેલી મહાજયોત પ્રગટાવી લક્ષચંડી મહાયજ્ઞમાં પધારનારા 50 લાખથી વધુ દર્શનાર્થીઓની સેવા કરવાનો સંકલ્પ લઈ "મા અમે તૈયાર છીએ"ની ઉમદા ભાવના પ્રગટ કરવામાં આવશે જ્યારે સંકલ્પ યાત્રા પૂર્વે ગુરુવારે રાત્રે 8 વાગે બાઈકરેલી યોજાશે જે ઉમિયા માતા મંદિરથી નીકળી વડેચી માતા, બહારમાઢ, દાતરડી સ્કૂલ, ખજૂરીપોળ, ગોલ્ડન ચોકડી, કૃષ્ણપરુ, ચંદનપાર્ક, વિસનગર ચોકડી થઇ પરત મંદિરે આવશે
Recommended