મહા' વાવાઝોડાની શક્યતાના પગલે વલસાડ, ઓલપાડમાં NDRFની ટીમ તૈનાત
  • 4 years ago
સુરત: મહા વાવાઝોડાની 6 થી 8 સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અસર થવાની આગાહીથી તંત્ર એલર્ટ થઇ ગયું છે 60 થી 90 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે જેથી દરિયા કિનારે ન જવા લોકોને અપીલ કરવામાં આવી છે વલસાડ અને ઓલપાડ ખાતે એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે મહા વાવાઝોડાને લઈને મજૂરાના 4 ગામ, ચોર્યાસીના 6 ગામ અને ઓલપાડના 60 ગામને એલર્ટ કરાયા છે જેમાં મજૂરાના 250, ચોર્યાસીના 340 અને ઓલપાડના 8240 વ્યક્તિઓ અસરગ્રસ્ત થઈ શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે વાવાઝોડાની અસરથી બચવા દરિયા કિનારે એલર્ટ કરી દેવામાં આવ્યું છે
Recommended