‘ડે ઓફ ધ ડેડ’ તહેવારમાં રસ્તાઓ પર વિશાળ હાડપિંજર દેખાયા
  • 4 years ago
મેક્સિકોમાં સિટીમાં દર વર્ષે ‘ડે ઓફ ધ ડેડ’ તહેવાર મનાવવામાં છે આ વર્ષે 1 અને 2 નવેમ્બરે આ તહેવારની શરૂઆત થઈ ગઈ છે આ તહેવારની ઉજણવી નિમિત્તે દેશના રસ્તાઓ પર વિશાળ હાડપિંજર દેખાઈ રહ્યા છે આ હાડપિંજરને સ્થાનિક બાળકોને રમવા માટે રાખ્યા છે એટલું જ નહીં, પણ તેને રસ્તાની વચ્ચે એ રીતે રાખ્યા છે કે જેથી એવું લાગે કે તે રસ્તામાંથી જ બહાર આવ્યા હોય

ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, આ હાડપિંજર કાર્ડ બોર્ડમાંથી બનાવ્યા છે સ્થાનિક કલાકારોએ તે બનાવ્યા છે, જે 29 ઓક્ટોબરે જ રસ્તા પર રાખવામાં આવ્યા હતા આ ફેસ્ટિવલ 8 વર્ષ જૂનો છે, અહીં દર વર્ષે ‘ડે ઓફ ધ ડેડ’ ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે
Recommended