શું રાહુલ ગાંધી કોઈ સિક્રેટ ઓપરેશનમાં સામેલ છે? - ભાજપ પ્રવક્તા નરસિમ્હા રાવ

  • 5 years ago
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસોને લઇને ગુરુવારે ભાજપે ટોણો માર્યો હતો ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવે કહ્યું કે રાહલુ 5 વર્ષમાં 16 વખત વિદેશની મુલાકાતે ગયા આટલી વખત તો તેઓ પૂર્વ લોકસભા વિસ્તાર અમેઠી પણ નથી ગયા તેના લીધે જ અમેઠીની જનતાએ તેમને સ્વીકાર ન કર્યા અને તેઓ લોકસભા ચૂંટણીમાં હારી ગયા

પાર્ટી કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સમાં રાવે કહ્યું, ''રાહુલ 16 વખત વિદેશ પ્રવાસે ગયા તેમાંથી 9 વખત એ નથી જણાવ્યું કે તેઓ ક્યાં ગયા છે તેમણે આ વાતનો ખુલાસે કેમ નથી કર્યો ? શું રાહુલ કોઇ સિક્રેટ ઓપરેશનમાં સામેલ છે ?''

Recommended