CPIના નેતા દાસગુપ્તાનું 82 વર્ષની વયે નિધન

  • 4 years ago
ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (CPI)ના નેતા ગુરુદાસ દાસગુપ્તાનું 82 વર્ષની જૈફ વયે નિધન થયું છે ભૂતપુર્વ સાંસદ દાસગુપ્તા કિડની તથા હૃદય સંબંધિત બિમારીનો ઈલાજ કરાવી રહ્યા હતા તેમણે કોલકાતા સ્થિત આવાસ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા ગુરુદાસ 3 વખત રાજ્યસભાના અને 2 વખત લોકસભાના સભ્ય રહ્યા હતા તેમને યુપીએ સરકારની બીજી મુદતમાં સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ના સભ્ય તરીકે 2G સ્પેક્ટ્રમ કેસને ભૂતપુર્વ પ્રધાનમંત્રી મનમોહનની કર્તવ્ય ચૂક તરીકે ગણાવી હતી ગુરુદાસનો જન્મ 3જી નવેમ્બર, 1936ના રોજ થયો હતો તેઓ વર્ષ 1985 માં પ્રથમ વખત, વર્ષ 1988 માં બીજી વખત અને વર્ષ 1994માં ત્રીજી વખત કોમ્પ્યુનિસ્ટ પાર્ટીના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા હતા રાજનીતિ ઉપરાંત દાસગુપ્તા ક્રિકેટ તથા રવીન્દ્ર સંગીતમાં ખૂબ રસ ધરાવતા હતા તેઓ બંગાળ ક્રિકેટ સંઘ (CAB)સાથે પણ જોડાયેલા રહ્યા અને તેમણે કેબના સભ્ય તરીકે પણ કામ કર્યું હતું

Recommended