સુરતના એન્જિનિયર્સે બનાવેલા કેબલથી મોબાઈલથી મોબાઇલ ચાર્જ કરી શકાશે
  • 4 years ago
સુરતઃ શહેરના બે યુવા એન્જિનિયર્સની ટીમે મોબાઈલ ફોનથી મોબાઈલ ફોન ચાર્જ કરી શકાય તેવા એક કેબલની ઇનોવેશન કર્યું છે આ કેબલથી મોબાઈલ ઉપરાંત બ્લુટુથ, ઈયર પ્લગ, સ્માર્ટ વોચ કે અન્ય ગેજેટ્સ પણ ચાર્જ કરી શકાય તેવો કેબલ બનાવ્યો છે સુરતના બે એન્જિનિયર્સ યુવાનો અક્ષર વસ્ત્રપરા અને કશ્યપ સોજીત્રાએ ઘણા બધા પ્રયોગો બાદ આ કેબલ વિકસાવ્યો છે જેમાં તમે જેમ ચાર્જરથી કે પાવર બેન્કની મદદથી મોબાઈલ ચાર્જ કરો છો એટલી જ સરળતાથી એક મોબાઈલથી બીજો મોબાઈલ ચાર્જ કરી શકશો આ યુવા એન્જિનિયર્સની ટીમ દ્વારા બનાવવામાં આવેલા કેબલની મદદથી તમે ડેટા પણ ટ્રાન્સફર કરી શકો છો અને એ પણ મોબાઈલ નેટનો ઉપયોગ કર્યા વગર આ યુવાનોએ આ કેબલને બજારમાં પણ મુક્યો છે માત્ર 149 રૂપિયામાં તમે આ કેબલ મેળવીને મોબાઈલ બેટરીની સમસ્યા કે ડેટા ટ્રાન્સફરમાં નેટ વપરાશની ચિંતા કર્યા વગર સરળતાથી તમારું કામ કરી શકો છે