ઉમરગામમાં સાત વર્ષા બાળકના પ્રાઈવેટ પાર્ટને કૂતરાંએ બચકું ભરી લીધું

  • 5 years ago
સુરતઃઉમરગામમાં દમણ ફળિયામાં ઘર આંગણે રમતા સાત વર્ષના બાળકના પ્રાઈવેટ પાર્ટ પર કૂતરાંએ બચકું ભરી લીધું હતું જેથી બાળકને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તબીબોએ વધુ સારવાર શરૂ કરી છે દમણ મનપાની શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતાં સાત વર્ષનું બાળક આજે ઘર આંગણે રમી રહ્યું હતું આ દરમિયાન રખડતાં કૂતરાએ બાળક પર હુમલો કર્યો હતો અને બાળકના પ્રાઈવેટ પાર્ટ પર બચકું ભરી લીધું હતું જેથી બાળકે રાડા રાડ કરી મુકતાં આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતાં લોકો દોડી આવતાં કૂતરૂં બાળકને છોડીને જતું રહ્યું હતું બાદમાં બાળકને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું જ્યાં બાળકની માતાએ જણાવ્યું હતું કે, આ અમારા ગામનું કૂતરૂં નહોતું આ બીજા ગામથી આવ્યું હોય તેવું લાગ્યું છે આ કૂંતરૂં છેલ્લા 10 દિવસમાં પાંચથી વધુને કરડવાં દોડ્યું હતું