પાકિસ્તાન સરહદથી લખપતમાં રણતીડ ઘૂસ્યા, પાકભક્ષી તીડના પ્રવેશથી રાતદિવસ ધરતીપુત્રોના ચોકી પહેરા

  • 5 years ago
દયાપર: લખપત તાલુકામાં પાકિસ્તાનની સરહદેથી પાકભક્ષી રણતીડ પ્રવેશ્યા બાદ ધરતીપુત્રોની ખેતરમાં રાત્રિ ચોકી અને દિવસે પહેરા ભરવાનું શરૂ થઈ ગયું છે જોકે, હજુ સુધી નુકશાનીના અહેવાલ નથી પરંતુ, તંત્રની સાથે ખેડૂતો પણ અગમચેતની રૂપે ખડેપગે થઈ ગયા છે બીજી બાજુ સરકારે પણ રણતીડના પ્રવેશને હળવાસથી ન લેવા તાકીદ કરી દીધી છે જેના પગલે જિલ્લા વિકાસ અધિકારી પણ ગામડા ખૂંદતા નજરે પડ્યા હતા