સુરત: 82 દિવસથી ઓવરફ્લો તાપી નદીના કોઝવેમાંથી 5 ફૂટનો મગર પકડાયો

  • 5 years ago
સુરતઃ સુરત જિલ્લા અને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે તાપી નદી પરનો કતારગામ રાંદેરને જોડતો કોઝવે છેલ્લા 82 દિવસથી ઓવરફ્લો થવાના કારણે બંધ છે દરમિયાન રાત્રે કાઝવેમાં મગર હોવાની જાણ સ્થાનિકોને થઈ હતી જેથી સ્થાનિકોએ જીવદયા સંસ્થા નેચર ક્લબને જાણ કરી હતી ત્યારબાદ નેચર કલબના સભ્યો દ્વારા 5 ફૂટના મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો ચિરાગ (રેસ્કયુ કરનાર) એ જણાવ્યું હતું કે માછીમારોની જાળમાં ફસાવીને મગર કિનારે લવાયો હતો જાણ થતાં તેઓ નેચર ક્લબના સભ્યો સાથે કોઝવે દોડી ગયા હતા લગભગ 5 ફૂટના મગરને જોઈ તાત્કાલિક રેસ્કયુ કરી તેને બાંધી દીધો હતો ત્યારબાદ વન વિભાગને જાણ કરી હતી આજે મગર વન વિભાગને આપી દઈશું સ્થાનિક માછીમારો કહે છે કે, લગભગ હજી કોઝવેની આજુબાજુ 6 મગર નજરે આવી રહ્યા છે વર્ષ 2018ના 1 સપ્ટેમ્બરના રોજ પણ હજીરાની કંપનીમાંથી એક મગર પકડી લાવ્યા હતા એનો મતલબ એમ થાય છે કે, તાપી નદીને મગરોએ બીજું ઘર બનાવી લીધું હોય એ વાત નકારી શકાય નહીં