અમદાવાદ / દિવાળીના તહેવારોમાં દરેક વિસ્તારમાં પોલીસની 4થી વધુ ટીમ બાઈક પર પેટ્રોલીંગ કરશે
  • 5 years ago
અમદાવાદ:દિવાળીના તહેવારો દરમ્યાન લોકો ખરીદી કરવા નીકળતા હોય છે ખાસ કરીને ભીડભાડવાળા વિસ્તારમાં અને રોડ પર લૂંટની ઘટનાઓ વધી જતી હોય છે આવા લૂંટારુઓને રોકવા અને પ્રજાની સુરક્ષા માટે અમદાવાદ પોલીસે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે દરેક વિસ્તારમાં 4થી વધુ ટીમ બાઈક પર પેટ્રોલીગ કરશે આજે પોલીસે ભીડવાળા વિસ્તારોમાં લોકો કેટલા એલર્ટ છે તે અંગે ડેમો પણ આપ્યો હતો
બેન્ક, એટીએમ અને શોપીંગ સેન્ટર પર નજર રાખશે

દિવાળીના તહેવારમાં સ્થાનિક રહીશો વેકેશન માણવા સ્વજનના ઘરે કે પયર્ટન સ્થળે જતા હોય છે જેથી ઘર બંધ હોવાથી તસ્કર ટોળકીને મોકળુ મેદાન મળી જાય છે, અને ઘરફોડ ચોરીનુ પ્રમાણ વધે છે જેથી પોલીસે વેકેશનમાં જતા રહીશોને કિંમતી વસ્તુઓ બેન્ક લોકરમાં મુકવાની અને પોલીસને જાણ કરવાની અપીલ કરી છે
ભીડવાળા વિસ્તારોમાં લોકો કેટલા એલર્ટ છે તે પોલીસે ચેક કર્યું
અમદાવાદના કારંજ સહિતના ભીડવાળા વિસ્તારમાં પોલીસ સાદાવેશમાં ચોર બનીને લોકો કેટલા અલર્ટ છે તે તપાસ્યુ હતું જેમાં ખરીદીમાં વ્યસ્ત લોકોની બેગની ચેઇન ખોલવી તથા નાના બાળકોને સાથે લઇને આવેલી મહિલાઓ કેટલી અલર્ટ છે તે ચેક કર્યુ હતું
Recommended