અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની કુર્દિશ જૂથો-તુર્કી વચ્ચે મધ્યસ્થીની રજૂઆત
  • 5 years ago
અમેરિકાના વિદેશ વિભાગે ગુરુવારે કહ્યું કે, સીરિયામાં અમાનવીય અને અનૈતિક કાર્યવાહી કરીને સરહદ ઓળંગી તો તેની પર કડક પ્રતિબંધ લગાડવામાં આવશે 30 રિપબ્લિકન સાંસદ તુર્કી પર પ્રતિબંધ લગાવવા અંગે સંસદમાં બિલ લાવી શકે છે તો બીજી તરફ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના અધિકારીઓને સૂચન આપ્યું છે કે તુર્કી અને કુર્દિશના જુથોની લડાઈમાં મધ્યસ્થા કરી સમાધાન કરી શકાય છે

આ પહેલા તુર્કીએ પૂર્વોત્તર સીરિયામાં કુર્દિશ લડાકુઓના 181 ઠેકાણાઓ પર હવામાં હુમલા કર્યા હતા જેમાં 8 લોકોના મોત થયા અને 25 લોકો ઘાયલ થયા હતા હજારો લોકોએ પરિસ્થિતી બાદ ઘર છોડવું પડ્યું છે તુર્કીએ આ કાર્યવાહી સૈનિકોના ઉત્તર સીરિયા છોડવાના નિર્ણયના 3 દિવસ પછીની છે ટ્રમ્પના નિર્ણયની અમેરિકામાં ટીકાઓ થઈ રહી છે

સાથે જ કુર્દિશ લડાકુની સીરિયાઈ ડેમોક્રિટક ફોર્સ(SDF)ના કહ્યાં પ્રમાણે, તુર્કીની સેનાએ રહેણાક વિસ્તારોમાં બોમ્બ ફેંક્યા હતા તે જેલોને નિશાન બનાવીને હુમલાઓ કર્યા, જેમાં ISના લડાકુઓને કેદ કરાયા હતા તો બીજી તરફ કુર્દિશ પીપુલ્સ પ્રોટેક્શન યુનિટ્સે અમેરિકાને કહ્યું કે, આ હુમલાઓને અટકાવો પૂર્વોત્તર સીરિયાને નો ફ્લાઈ ઝોન જાહેર કરવામાં આવે
Recommended