બાળક ચોરીનો આરોપ મૂકીને મહિલાને મારી, પોલીસે ટોળાથી બચાવી
  • 5 years ago
છત્તીસગઢના બિલાસપુર પાસે આવેલા રતનપુર પાસે મોબ લિંચીગની ઘટના બનતાં બનતાં રહી ગઈ હતી મંદિર પરિસર પાસે શંકાસ્પદ હાલતમાં ફરતી એક મહિલાને લોકોએ બાળક ચોરી કરવા આવી હોવાની આશંકાએ પકડી હતી ગામલોકોએ તેની પૂછપરછ હાથ ધરતાં તે વ્યવસ્થિત રીતે બોલી પણ શકતી ના હોવાથી શંકા વધુ મજબૂત થઈ હતી આકરી પૂછપરછ બાદ તરત જ લોકોએ તેને મારવાનું શરૂ કર્યું હતું ઘટનાની જાણ પોલીસને થતાં જ તેઓએ ત્યાં પહોંચીને તેને ગામલોકો પાસેથી છોડાવી હતી તપાસમાં બહાર આવ્યું હતું કે આ મહિલા માનિસક રીતે અસ્થિર છેપોલીસે પણ માનવતાના ધોરણે તેની સારવાર કરાવીને તેના ઘરવાળાઓ સાથે મુલાકાત કરાવી આપી હતી પરિવારે પણ જણાવ્યું હતું કે ઘણીવાર તે ઘરેથી નીકળી જાય છે જેના દિવસો બાદ તેનો પતો લાગે છે
પોલીસે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે રાજ્યમાં બાળક ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હોવાની અફવાઓનું પ્રમાણ વધી રહ્યું છે જેના કારણે અનેક નિર્દોષો આવી અફવાનો ભોગ બની રહ્યા છે પોલીસે પણ લોકોને આવા મેસેજોને ગંભીરતાથી લઈને કાયદો હાથમાં નહીં લેવાની અપીલ કરી હતી
Recommended