અભિનંદન અને બાલાકોટના બાંકુરોએ આકાશમાં કરતબ દેખાડ્યા
  • 5 years ago
નવી દિલ્હી:આજે વાયુસેના 87મો સ્થાપના દિવસ ઉજવી રહી છે આ સમયે ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર એર શો રાખવામાં આવ્યો હતો વાયુસેનાના જવાનોએ લડાકુ વિમાન સાથે કરતબ બતાવ્યા હતા એર શોમાં પહેલીવાર લડાકુ હેલિકોપ્ટર અપાચે અને ચિનૂકનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયાએ કહ્યું હતું કે, બાલાકોટ એટેક આતંકી હુમલાનો ઉકેલ લાવવા માટે સરકારની રણનીતિમાં મહત્વનો ફેરફાર છે પડોશી દેશની સ્થિતિ આપણા માટે ચિંતાનો વિષય છે પુલવામા હુમલો જણાવે છે કે, આપણી સેના સંસ્થાઓ ઉપર હજી પણ જોખમ છે

બાલાકોટ એર સ્ટ્રાઈક પછી પાકિસ્તાનનું F-16 વિમાન તોડી પાડનાર વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને આજે એક વાર ફરી Mig લડાકુ વિમાનમાં ઉડાન ભરી હતી આ દરમિયાન 3 મિરાજ 2000 એરક્રાફ્ટ, સુખોઈએ પણ વાયુસેનાના દિવસે ઉડાન ભરી હતી એટલું જ નહીં જે પાયલટોએ બાલાકોટ એરસ્ટ્રાઈકમાં ભાગ લીધો હતો તેઓ પણ આજે વાયુસેના દિવસે ઉજવણીમાં સામેલ થયા હતા અને મિરાજ-2000માં ઉડાન ભરી હતી