પ્રાણીસંગ્રહાલયમાં નારંગી રંગના દૂર્લભ વાંદરાનો જન્મ
  • 5 years ago
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આવેલા ઝૂમાં રેર કહી શકાય તેવી ઘટના સામે આવી હતી અહીં દૂર્લભ પ્રજાતિના એક વાંદરાનો જન્મ થતાં જ બધાને આશ્ચર્ય થયું હતું નારંગી રંગના દેખાતા દૂર્લભ પ્રજાતિના આ વાનરને ‘ફ્રેંકોઈસ લંગૂર ’કહેવાય છે આ મુદ્દે વાત કરતાં ઝૂના મેનેજમેન્ટે જણાવ્યું હતું કે દુનિયામાં આવા રેર કહી શકાય તેવા વાનરની સંખ્યા માત્ર 3 હજાર છે આ પ્રજાતિ પણ માત્ર ચીન અને વિયેતનામમાં જ હાલ જોવા મળે
છે
દૂર્લભ હોવાના લીધે તેમની ચામડી માટે શિકાર અને તસ્કરી કરવામાં આવે છે જે બાદ 2008માં IUCN (ઈન્ટરનેશનલ યૂનિયન ફોર ધ કન્ઝર્વેશન ઓફ નેચર) દ્વારા તેને લુપ્ત થતી પ્રજાતિ પણ ઘોષિત કરવામાં આવી હતી
સીનીયર ઝૂકીપરના જણાવ્યા અનુસાર રેર પ્રજાતિના વાનરના બચ્ચાને જોવાનો અનુભવ ખૂબ જ અવર્ણનીય હતો હાલ તો તેનો રંગ નારંગી છે જે સમય જતાં વધુ ઘાટ થતો જાય છે