કોડીનારમાં ટેકાના ભાવે મગફળીના રજીસ્ટ્રેશનને લઇને લાંબી લાઇન
  • 5 years ago
રાજકોટ: સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીનું રજીસ્ટ્રેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના મોટાભાગના યાર્ડોમાં ખેડૂતો ગત રાતથી જ માર્કેટિંગ યાર્ડમાં આવી ગયા છે પરંતુ ક્યાંક કનેક્ટીવીટી તો કોમ્પ્યુટર બંધ હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે કોડીનારમાં મામલતદાર દ્વારા 3 ઓક્ટોબરથી રજીસ્ટ્રેશન કરવાનું કહેવામાં આવતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો પરંતુ બાદમાં મામલો થાળે પડતા રજીસ્ટ્રેશનની કામગીરી હાથ ધરાઇ હતી