60 વર્ષનાં માજીએ 60 સેકન્ડમાં 6 ઈડલી ખાઈને સ્પર્ધામાં બાજી મારી
  • 5 years ago
કર્ણાટકના મૈસૂરમાં દશેરા નિમિતે યોજાયેલી ઈડલી ખાવાની સ્પર્ધામાં 60 વર્ષનાં સરોજ અમ્માએ 60 જ સેકન્ડમાં 6 ઈડલી ખાઈને બાજી મારી લીધી હતી રાજ્યમાં દસ દિવસ સુધી દશેરાની ઉજવણી થાય છે જેના અનુસંધાને જ આ સ્પર્ધા યોજવામાં આવી હતી માત્ર મહિલાઓ માટે આયોજીત આ સ્પર્ધાનો નિયમ એક જ હતો કે માત્ર 60 સેકન્ડમાં જે સૌથી વધુ ઇડલી ખાઈ જાય તે વિજેતા જેમાં હુલ્લાહલ્લીનાં 60 વર્ષનાં સરોજ અમ્માએ 6 ઇડલી ખાધી હતી દશેરાએ કર્ણાટકનો સત્તાવાર તહેવાર છે જે નવરાત્રીના પ્રથમ દિવસથી શરૂ થઈને સતત દસ દિવસ એટલે કે વિજયાદશમી સુધી ધામધૂમપૂર્વક ઉજવાય છે