દાહોદમાં દુધિમતી નદીનું પાણી લાલ રંગનું થઈ જતા દોડધામ

  • 5 years ago
દાહોદઃ પૌરાણિક દુધિમતી નદીનું પાણી એકાએક રક્તરંગી થઇ જતાં દાહોદ શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો હતોવાત વાયુવેગે આખા શહેરમાં ફેલાતા લાલ પાણી વાળી નદી જોવા માટે પડાવ, ઘાંચીવાડા, ગોધરા રોડ,કદવાલ બ્રિજ, ભુરીકૂઈ વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતાંઆખી નદી લાલ થઇ જવા પાછળ વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું હતું બનાવની જાણ થતાં શહેર પોલીસ અને નગર પાલિકાના કર્મચારીઓ પણ ધસી આવ્યા હતાં નદીમાં કોઇ કેમીકલ ભેળવ્યુ હોવાની આશંકાથી રળિયાતીથી માંડીને ગોધરા રોડ સુધી તટ અને વિવિધ નાળા સાથે નજીકના રહેણાંક વિસ્તારોમાં પણ તપાસ કરવામાં આવી હતી

Recommended