28 કિલો વજન અને 13.5 ફૂટ લાંબુ ‘બાહુબલી પટિયાલા કેડીયુ’રાજકોટમાં બન્યુ

  • 5 years ago
અમદાવાદ- રાજકોટ:નવરાત્રિને આડે હવે બે દિવસ બાકી છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં નવરાત્રીની તૈયારીઓ થઇ રહી છે પરંતુ નવરાત્રીને લઇને રાજકોટમાં ભારતનો સૌપ્રથમ અને કદાચ દુનિયાનો ટ્રેડિશનલ ડ્રેસનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યાનો દાવો કરવામાં આવ્યો છે રાજકોટના નિર્મલા રોડ ક્રિસ્ટલ એપાર્ટમેન્ટમાં અરૂણા સિલેક્શનના નામે ડ્રેસીસ રેન્ટ પર આપતા મોનિકભાઇ ગોકાણીએ 28 કિલો વજન અને 135 ફૂટના ટ્રેડિશનલ પટીયાલા કેડીયું બનાવ્યું છે

28 હજારનો ખર્ચ, 5 હજારથી વધુ આભલા ચોટાડાયા
આ કેડિયામાં અંદાજે 35 મીટર કાપડ અને 100થી વધારે પેચીશ લગાવવામાં આવ્યા છે કેડીયામાં 5 હજારથી વધારે આભલા ચોટાડવામાં આવ્યા છે કેડીયાનું ટોટલ વજન 28 કિલો થાય છે આ કેડીયાનું નામ બાહુબલી પટીયાલા કેડીયું રાખવામાં આવ્યું છે પેચીશમાં રાઉન્ડ, હાર્ટશેઇપ, દાંડિયારાસ, બોર્ડર વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો છે કેડીયું તૈયાર કરવામાં 18 દિવસનો સમય લાગ્યો હતો તેમજ કેડિયા પાછળ 28000નો ખર્ચ થયો છે ભારતમાં આ પ્રકારનું પ્રથમ કેડીયું બનાવવામાં આવ્યું છે

Recommended