US સ્પીકર પેલોસીએ ટ્રમ્પ પર દેશને છેતરવાનો આરોપ લગાવ્યો
  • 5 years ago
અમેરિકી સંસદના નીચલા ગૃહમાં હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સના સ્પીકર નેન્સી પેલોસીએ મંગળવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર દેશને છેતરવાનો આરોપ લગાવ્યો છે પેલોસીએ કહ્યું કે, ટ્રમ્પે પોતાના હરિફને નુકસાન પહોંચાડવા માટે વિદેશી શક્તિની મદદ લીધી હતી, જેના માટે તેમના વિરુદ્ધ મહાભિયોગ તપાસ કરવામાં આવશે

ટ્રમ્પ પર આરોપ છે કે તેમણે યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોડાઈમર જેલેસ્કી પર ડેમોક્રેટ નેતા જો બિડેન અને તેમના દીકરા હંટર વિરુદ્ધ ભ્રષ્ટાચાર અંગેના મામલાની તપાસ કરાવવા માટે દબાણ કર્યું હતું એત વ્હિસલબ્લોઅરે આ મામલે ફરિયાદ કરી હતી જોકે ટ્રમ્પના કહ્યાં પ્રમાણે, તેઓ જેલેસ્કી સાથે ફોન કોલમાં થયેલી ચર્ચાની વિગત આપવા માટે તૈયાર છે ટ્રમ્પે તાજેતરમાં જ કબૂલાત કરી હતી કે તેમની અને જેલેસ્કી વચ્ચે બિડેન અંગે ચર્ચા થઈ હતી
Recommended