ચંબલનું જળસ્તર વધતાં જ મગરમચ્છોથી ખતરો વધ્યો, માનવ વસાહતોમાં ઘૂસ્યા

  • 5 years ago
મધ્ય પ્રદેશમાં ભલે વરસાદ થોભી ગયો હોય પણ ચારેબાજુ પાણી જ પાણી હોવાથી હજુ પણ લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે પરિસ્થિતી સામાન્ય થવાની સાથે જ હવે તણાઈને આવેલા મગરો ખેતરોમાં અને ગામોમાં પણ દેખાવા લાગ્યા છે ખાવાની શોધમાં અનેક મહાકાય મગર માનવ વસાહતો સુધી આવી પહોંચતાં વનવિભાગની ટીમ પણ કામે લાગી છે રવિવારે ખેરા રાઠૌરના ગોહરા ગામમાં પણ મગરો જોવા મળ્યા હતા જેના વીડિયોઝ પણ સામે આવ્યા હતા વનવિભાગની ટીમે પણ ત્યાં પહોંચીને મહામુસીબતે મગરોને પકડીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા અનેક ટીમો મગરોને પકડીને તેને માનવ વસાહતથી દૂર નદીમાં છોડી મૂકવાની કામગીરીમાં જોતરાઈ છે