‘બિગ બોસ-13’ના ઘરનો ફર્સ્ટ લૂક, દરેક ફ્રેમ-દરેક પેઈન્ટિંગ લાર્જર ધેન લાઈફ

  • 5 years ago
કોન્ટ્રોવર્શિયલ રિયાલિટી શો બિગ બોસ તેની 13મી સીઝન સાથે ફરી આવી રહ્યો છે આ સિઝનમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર તેનું ઘર છે આ વખતે તેની થીમ મ્યૂઝિયમ બેઝ રાખવામાં આવી છે છેલ્લા કેટલાય વર્ષોથી બિગ બોસનું ઘર એટલે કે સેટ મુંબઈથી 95 કિમી દૂર લોનાવાલામાં બનાવામાં આવતો હતો જો કે, આ વર્ષે તેને ગોરેગાંવની ફિલ્મસિટીમાં ઉભો કરવામાં આવ્યો છે દૈનિક ભાસ્કર તમારા માટે આ ઘરનો ફર્સ્ટ લૂક લઈને આવ્યું છે, જેમાં જોઈ શકાય છે કે કેવું ભવ્ય આ ઘર છે અને તેમાં સામાન્ય વ્યક્તિએ કલ્પના પણ ના કરી હોય તેવી સુવિધાઓ પણ છે 18500 સ્ક્વેર ફૂટમાં બનેલા આ ઘરમાં 93 કેમેરા લાગેલા છે